અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ચમત્કાર : 11 વર્ષીય નિર્ધન લક્ષ્મીને 45° ત્રાંસી ગરદનમાંથી મળી 100% મુક્તિ

0
214

રૅરેસ્ટ ઑફ ધ રૅર ‘CERVICAL KYPHOSIS’ પીડાતી હતી નિર્ધન લક્ષ્મી

અમદાવાદમાં પ્રથમ વાર ઑર્થો-ઑપરેશનમાં ‘HELLO WEST’નો ઉપયોગ

રિપોર્ટ : ઉમંગ બારોટ/રાહુલ પટેલ

અમદાવાદ (25 મે, 2020). ૧૧ વર્ષની લક્ષ્મીને સર્વાઇકલ કાયફોસિસ (CERVICAL KYPHOSIS) થતાં તેની સફળ સારવાર  અમદાવાદ ખાતે આવેલી ગુજરાતની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલમાં કરવામાં આવી છે. બાળકોમાં જવલ્લે જ સર્વાઇકલ કાયફોસિસ કરોડરજ્જુની બીમારી છે કે જેમાં દર્દીની ગરદન ત્રાંસી રહે છે.

સર્વાઇકલ કાયફોસિસનું ઑપરેશન ખૂબ જ જટિલ હોય છે. અમદાવાદમાં સૌપ્રથમ વાર ‘હેલો વેસ્ટ’નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઑપરેશન દરમિયાન ન્યુરો-મૉનિટરિંગની પણ જરૂર પડે છે.

Read In Hindi : अहमदाबाद के सिविल अस्पताल में चमत्कार: 11 वर्षीय निर्धन लक्ष्मी को 45° टेढ़ी गर्दन से मिली 100% मुक्ति

લક્ષ્મીની કરોડરજ્જુમાં જન્મથી ચોથો મણકો અપરિપક્વ રહ્યો હતો. ઉંમર વધવાની સાથે ગરદનના આ મણકાની વૃદ્ધિ નહોતી થઈ રહી. આ ઉપરાંત બે મહિના પહેલાં 11 વર્ષની દીકરી લક્ષ્મી શાળામાં રમતાં-રમતાં પડી જવાથી કરોડરજ્જુ ઉપર દબાણ સર્જાતાં ડોક તૂટી ગઈ હતી. આથી લક્ષ્મી હાથ-પગનાં હલન-ચલન તથા પેશાબ-ઝાડાં પરનું નિયંત્રણ પણ ગુમાવી ચુકી હતી.

અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા લક્ષ્મીનાં પિતા સુનીલભાઈ સોની માટે આ પરિસ્થિતિ દુકાળમાં અધિક માસ જેવી હતી. સુનીલભાઈએ શહેરની ખાનગી હૉસ્પિટલોનો સંપર્ક કર્યો કે જ્યાં આ ઑપરેશનનો ખર્ચ 4થી 5 લાખ રૂપિયા જણાવવામાં આવ્યો. આથી સુનીલભાઈ લક્ષ્મીને અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા.

સુનીલભાઈ અમદાવાદમાં લોડિંગ રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાં હોવાથી મોટો ખર્ચ ઉઠાવવામાં સક્ષમ નહોતાં. સુનીલભાઈ જણાવે છે, ‘આજથી બે મહિના પહેલાં હું જ્યારે મારી દીકરી લક્ષ્મીને લઈને સિવિલ હૉસ્પિટલમાં આવ્યો, ત્યારે મને બિલ્કુલ આશા નહોતી કે મારી દીકરી આટલી ઝડપથી સાજી થઈ જશે. અમદાવાદ સિવિલમાં મારી દીકરીના બંને ઑપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યાં છે.’

સિવિલ હૉસ્પિટલ ખાતે લક્ષ્મીના એક્સ-રે, સીટી સ્કૅન, એમઆરઆઈ સહિતના તમામ રિપોર્ટ કાઢવામાં આવ્યાં. લક્ષ્મીનું સફળ ઑપરેશન બે તબક્કામાં સ કરવામાં આવ્યું. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સિવિલ સુપરિંટેંડંટ ડૉ. જે. પી. મોદીના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા સફળ સર્જરી કરવામાં આવી છે.

ડૉ. જે.પી. મોદીના જણાવ્યા મુજબ લક્ષ્મી માટે હેલો વેસ્ટ ખૂબ જ સફળ ઉપયોગ સાબિત થયું છે. આ ‘હેલો વેસ્ટ‘ (HELLO WEST) ટેક્લનિક લક્ષ્મી માટે વિશેષ પણે તૈયાર કરવામાં આવી છે. સિવિલ હૉસ્પિટલના વિશેષ કાર્યાધિકારી (OSD) ડૉ. એમ. એમ. પ્રભાકરના જણાવ્યા અનુસાર હૉસ્પિટલ ખાતે કોરોના વૉર્ડ સહિત અન્ય તમામ યુનિટ-વોર્ડ પૂર્વવત્ થઈ ચુક્યા છે. 

ઉલ્લેખનીય છે કે લક્ષ્મીને હૃદયની પણ બીમારી હોવાથી તેની સારવાર યૂ. એન. મહેતા હૉસ્પિટલમાં ચાલી રહી છે. સર્વાઇકલ કાયફોસિસનો ઇલાજ થતાં આજે લક્ષ્મી પોતાની જાતે હરીફરી શકે છે. 45 ડિગ્રી અંશે ત્રાંસી ગરદનથી મુક્તિ મેળવી ચુકી છે, ત્યારે લક્ષ્મી હવે ઉંચું લક્ષ્ય આંબશે, એ વાત નક્કી છે.

Read In Hindi : अहमदाबाद के सिविल अस्पताल में चमत्कार: 11 वर्षीय निर्धन लक्ष्मी को 45° टेढ़ी गर्दन से मिली 100% मुक्ति

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here