આરંભ થઈ રૂપાણીની વિજય યાત્રા : કોરોનાના ભયાનક આંકડાઓમાં જ છુપાયું છે ગુજરાતની ‘સફળતા’નું રહસ્ય…

0
633

સાજા થનારાઓની સંખ્યામાં એક જ દિવસમાં 10 ગણો વધારો

સંક્રમિતોના વધારા પાછળ પણ રૂપાણીની કોઠાસૂઝ કારણભૂત

સંક્રમિતોના વધારા પાછળ પણ રૂપાણીની કોઠાસૂઝ કારણભૂત

વિશ્લેષણ : શ્રી કન્હૈયા કોષ્ટી, અનુવાદ : કવિ પ્રકાશ ‘જલાલ’

અમદાવાદ (4 મે, 2020) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહ પ્રધાન અમિત શાહનું ગૃહ રાજ્ય અને ભારતીય જનતા પાર્ટી (BJP-ભાજપ)નો ગઢ એવું ગુજરાત (GUJARAT) રાજ્ય હંમેશા સમૃદ્ધિ, ઔદ્યોગિક વિકાસ, જાગૃતિ અને નંબર વનની રેસના ઘોડાનું પ્રતીક રહ્યું છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે અવાર-નવાર વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતને નંબર વન ના ઍવૉર્ડ મળતા હતાં, પરંતુ વર્તમાનમાં એ જ ગુજરાત ‘નંબર વન’ની ઉપાધિ-ઉપમાથી પોતાની જાતને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.

કોરોના વાઇરસ (CORONA VIRUS)નાં કારણે ફેલાયેલા વૈશ્વિક રોગચાળા કોવિડ 19 (COVID 19)એ ભારત પર પણ ભયંકર આક્રમણ કર્યું છે અને સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્યોની યાદીમાં નંબર વન ઉપર મહારાષ્ટ્ર રાજ્ય છે. બૃહન્મુંબઈમાંથી 1 મે, 1960ના રોજ છુટાં પડેલાં ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યો પોતાની સ્થાપનાના સમયથી જ એક-બીજાનાં કટ્ટર હરીફ રહ્યાં છે અને અનેક બાબતોમાં ગુજરાતે મહારાષ્ટ્ર (MAHARASHTRA)ને પાછળ પાડી દીધું છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિઓમાં જ્યારે મહારાષ્ટ્ર કોરોના સંક્રમણની બાબતમાં ટોચ ઉપર છે, ત્યારે ગુજરાત અચાનક અને અનાયાસે જ મહારાષ્ટ્રની સાથે જાણે કે રેસમાં આવી ગયું છે !

જે ગુજરાતમાં તા. 20 માર્ચના રોજ કોરોના સંક્રમણના માત્ર 5 કેસ હતા, તે જ ગુજરાતમાં 30 દિવસમાં જ એટલે કે 20 એપ્રિલના રોજ કોરોના સંક્રમિતોની સંખ્યા 1,939 પર પહોંચી ગઈ. એટલું જ નહીં, 3 મે સુધીમાં તે આંકડો 5,428 ઉપર પહોંચી ગયો. સરવાળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા લૉકડાઉન (LOCKDOWN) પહેલાં એટલે કે 20 માર્ચથી લઈને અને 25 માર્ચથી લૉકડાઉન લાગુ થવા છતાં 3 મે સુધીમાં ગુજરાતમાં કોરોના સંક્રમણમાં 1000 ગણો (1,08,560%)નો અતિ ભારે વધારો થયો અને ગુજરાત મહારાષ્ટ્ર પછીના બીજા ક્રમે આવી ગયું !

ગુજરાત અચાનક કેમ બની ગયું હૉટસ્પૉટ ?

જ્યારે આખા દેશમાં મહારાષ્ટ્રને બાદ કરતાં બાકીનાં રાજ્યોમાં કોરોના સંક્રમણનો વૃદ્ધિ દર લૉકડાઉનના કારણે નીચો જઈ રહ્યો હતો, ત્યારે ગુજરાત અચાનક કેમ અને કેવી રીતે કોરોના હૉટસ્પૉટ (HOTSPOT) બની ગયું ? મુખ્યમંત્રી વિજય રૂપાણી (VIJAY RUPANI)ના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર કોરોના વિરોધી યુદ્ધમાં પૂરે-પૂરી શક્તિ લગાવી રહી છે, તો પછી શું કારણ છે કે લૉકડાઉન હોવા છતાં પણ ગુજરાતમાં કોરોના આટલી તીવ્રતાથી ફેલાઈ ગયો ?

આ પ્રશ્નોના જવાબમાં રાજ્ય સરકારનાં આરોગ્ય સચિવ જયંતી રવિ (JAYANTI RAVI)એ ગુજરાતમાં કોરોના વાઇરસના L Typeને જવાબદાર ઠેરવ્યો. કોરોના વાઇરસના બે પ્રકાર છે, L અને S, જેમાં એલ ખૂબ જ ઝડપથી ફેલાય છે અને જીવલેણ પણ નીવડે છે. રવિનું કહેવું એમ હતું કે ગુજરાતમાં કોરોના સંક્રમણનું પ્રાથમિક કારણ અમેરિકાથી આવેલા લોકો છે અને અમેરિકામાં એલ ટાઇપ કોરોના વાઇરસ ફેલાયેલો છે. ત્યાં મૃતકોની સંખ્યા 70 હજારની નજીક પહોંચી રહી છે.

આ એલ ટાઇપનો કોરોના જ ગુજરાતમાં ચેપ લગાડવાના કેસોમાં તથા મૃતકોની સંખ્યા વધારવામાં કારણભૂત સાબિત થઈ રહ્યો છે. તા. 3 મે સુધીમાં ગુજરાતમાં કોરોનાથી મરનાર લોકોની સંખ્યા 290 ઉપર પહોંચી ગઈ છે.

દરમાં છુપાઈ ગયેલા તબલીઘીઓઓને શોધી કઢાયાં

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં ભારે વધારામાં સૌથી મોટો ફાળો આર્થિક પાટનગર અમદાવાદનો રહ્યો છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એના માટે તબલીઘી જમાતના લોકોને જવાબદાર ઠેરવ્યા છે. રૂપાણીએ ગત દિવસોમાં એક સમાચાર એજંસી સાથેની વાતચાતમાં જણાવ્યું હતું કે, ‘એ વાત ઘણા અંશે સાચી છે કે તબલીઘી જમાતની ઘટના બાદ રાજ્યમાં, ખાસ કરીને અમદાવાદમાં સંક્રમણના કેસો ઘણાં વધી ગયા છે. જોકે અમે તેનાથી થનારા નુકસાનને ઘટાડવાની કોશિશ કરી છે, પરંતુ હવે જે સ્થિતિ સ્પષ્ટ થઈ છે તેને આપણે હલ કરવી જ પડશે.’

હકીકતમાં ગુજરાતમાં કોરોના સંક્રમિતોની વધતી સંખ્યામાં કુલ 5,428 પૈકીના 3,817 કેસો સાથે અમદાવાદ સૌથી મોટું કારણ બની ગયું છે. અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસો એટલા માટે વધ્યા, કારણ કે અમદાવાદ મહાનગર પાલિકા (AHMEDABAD MUNICIPAL CORPORATION) એટલે કે AMCએ દિલ્હીના મરકઝમાં ભાગ લઈને પાછા આવેલા અને અમદાવાદમાં પોત-પોતાના દરમાં છુપાઈ ગયેલા તબલીઘીઓને ખૂણે-ખાચરેથી શોધી કાઢ્યા અને તેમના ટેસ્ટ કરાવ્યા.

ટેસ્ટની સંખ્યા ઝડપથી વધી અને દિલ્હીથી કોરોના કૅરિયર બનીને આવેલા તબલીઘીઓના કારણે અમદાવાદ તથા ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા અચાનક વધવા લાગી. અમદાવાદનાં મેયર બીજલ પટેલ (MAYOR BIJAL PATEL) તથા મહાનગર પાલિકાના કમિશનર વિજય નહેરા (VIJAY NEHRA)ના નેતૃત્વ હેઠળ તબલીઘીઓને શોધવાનું સફળ અભિયાન ચલાવાયું.

હવે દેખાવા લાગ્યાં છે રૂપાણીની વિજય યાત્રાનાં ચિહ્નો

મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા તેમના નેતૃત્વ હેઠળ સમગ્ર વહીવટી તંત્ર ગુજરાતને કોરોના પર વિજય અપાવવા માટે સતત પ્રયત્નશીલ છે. ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સારવાર માટે સામાન્ય નાગરિકથી માંડીને સાધન-સંપન્ન નાગરિકો સુધી અનેક કક્ષાએ હોસ્પિટલ વગેરેની જોરદાર જોગવાઈ કરાઈ છે કે જેમાં ગરીબોને નિઃશુલ્ક સારવારની સુવિધાનો પણ સમાવેશ થાય છે.

મંત્રી, ધારાસભ્ય અને કૉર્પોરેટરથી માંડીને પંચાયતના સભ્ય સુધીના લોક-પ્રતિનિધિઓ પડદા પાછળથી કોરોના સામેની લડાઈ લડી રહ્યા છે, તો મુખ્ય સચિવ અનિલ મુકિમ (ANIL MUKIM), મુખ્યમંત્રીનાં સચિવ અશ્વની કુમાર (ASHWANI KUMAR) તથા આરોગ્ય સચિવ જયંતી રવિથી માંડીને તલાટી સુધીના અધિકારીઓ, તમામ વિભાગોના કર્મચારીઓ, સરકારી તથા ખાનગી તબીબો, નર્સ તથા લૉકડાઉનનું પાલન કરાવનારા પોલીસ મહાનિદેશક (DGP) શ્રી શિવાનંદ ઝા (SHIVANAND JHA)થી માંડીને કૉન્સ્ટેબલ કક્ષા સુધીના લોકો રણભૂમિ પર કોરોનાને પરાજય આપવાના યુદ્ધમાં લાગેલા છે. આ કડક શિસ્ત, પરિશ્રમ અને જહેમતભર્યા પુરુષાર્થના પગલે હવે રૂપાણીની કોરોના વિરુદ્ધ વિજય યાત્રા શરૂ થવાનાં ચિહ્નો દેખાઈ રહ્યાં છે.

એક અઠવાડિયાનાં આંકડાથી સમજીએ રૂપાણીની સફળતા

ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારાની ઝડપમાં ખાસ કોઈ ઘટાડો થયો નથી, એમાં શંકા નથી, પરંતુ ગત એક સપ્તાહમાં કોરોના વિરોધી યુદ્ધમાં વિજયી થનારાઓની સંખ્યામાં સતત વધારો થવાથી લાગે છે કે રૂપાણીનું વિજય અભિયાન હવે શરું થઈ ચુક્યું છે.

ગત 27 એપ્રિલથી 3 મે સુધીના કોરોના સંબંધી આંકડાઓમાં જો માત્ર રિકવર થનારાઓની સંખ્યા જ જોઇએ તો, સૌથી વધારે ઉત્સાહજનક દિવસ 3 મેનો રહ્યો છે. ગુજરાતમાં 3 મે સુધી કોરોના વિરોધી યુદ્ધમાં વિજયી નીવડનારા લોકોનો આંકડો 1,042 ઉપર પહોંચી ગયો. આ રિકવરી-રેટ 24 કલાકમાં જ 1000 ગણો વધી ગયો છે.

2 મેના રોજ કુલ રિકવર-કેસોની સંખ્યા 735 હતી, તો બીજા જ દિવસે 3 મેના રોજ આ સંખ્યામાં 307નો વધારો થયો. હકીકતમાં 2 મેના રોજ 1 મેની સરખામણીએ માત્ર 36 લોકો સાજા થઈને ઘેર પહોંચ્યા હતા. તો, 3 મેના રોજ સાજા થનારાઓનો આંકડો 1000 ગણો વધી ગયો અને 307 ઉપર પહોંચી ગયો.

જુઓ, ગુજરાત કઈ રીતે ઊભું થઈ રહ્યું છે ?

27 એપ્રિલ : 394 લોકો કોરોના-મુક્ત થઈ ગયા હતા એટલે કે 26 એપ્રિલના રોજ રિકવર થયેલા 313 કેસોમાં 27 એપ્રિલના રોજ 81નો વધારો થયો હતો.

28 એપ્રિલ : કોરોના-મુક્ત લોકોની સંખ્યા 434 ઉપર પહોંચી એટલે કે 24 કલાકમાં 40 લોકો સાજાં થયાં.

29 એપ્રિલ : સાજા થનારા લોકોની સંખ્યા 527 થઈ એટલે કે 24 કલાકમાં 93 લોકો કોરોના-મુક્ત થયાં.

30 એપ્રિલ : કુલ 613 લોકો કોરોના-મુક્ત થયા એટલે કે 24 કલાકમાં 86 લોકો સાજાં થયા.

1 મે : કોરોનાને હરાવનારા લોકોની સંખ્યા 699 થઈ એટલે કે 24 કલાકમાં 86 લોકોને હૉસ્પિટલોમાંથી રજા આપવામાં આવી.

2 મે : કોરોનાને હરાવનારા લોકોની સંખ્યા 735 ઉપર પહોંચી એટલે કે 24 કલાકમાં 36 લોકો કોરોનાથી મુક્ત થયા.

3 મે : કોરોનાને માત આપનારા લોકોનો આંકડો 1,042 ઉપર પહોંચ્યો એટલે કે 24 કલાકમાં વિક્રમજનક રીતે 307 દર્દીઓ સાજા થયા.

Read In Hindi Also : आरंभ हो चुकी रूपाणी की विजय यात्रा : कोरोना के भयावह आँकड़ों में ही छिपा है गुजरात की ‘सफलता’ का रहस्य….