જીવવું હોય, તો જાણી લો : આ ‘ચક્રવ્યૂહ’ છે CORONAની રામબાણ સારવાર, જેને કોઈ VIRUS નહીં ભેદી શકે

0
990
CORONA

આયુર્વેદની મદદથી (CORONA)કોરોનાને કઈ રીતે દૂર રાખી શકાય? કઈ રીતે હરાવી શકાય? ગુજરાતના ભાવનગરમાં વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા પાસે છે આ પ્રશ્નોના જવાબ. વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાએ મહાન ભારતીય આયુર્વેદ ઉપચાર-પદ્ધતિની મદદથી માત્ર 7 દિવસમાં 213 કોરોના-પૉઝિટીવ કેસ પૈકીના 203ને નેગેટીવ કરી દીધા. તેમણે 130 કરોડ ભારતીય નાગરિકોને આળસ ત્યાગીને મહાન ભારતીય આયુર્વેદને અપનાવવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે, આયુર્વેદિક ઉપચાર-પદ્ધતિ આધુનિક યુગમાં અનેક લોકોને ઝંઝટ જેવી લાગે છે, પરંતુ જો કોરોના જેવા જીવલેણ રોગ સામે બચવું હોય તો આ મંત્ર અપનાવવો પડશે કે, “મૃત્યુદાયક ઝંઝાવાત કરતા સારી છે જીવનદાયક ઝંઝટ”.

આલેખઃ રમેશ તન્ના

અમદાવાદ (19 મે, 2020). લૉકડાઉન 4.0નો પ્રારંભ થઈ ગયો છે, પરંતુ કોરોના (CORONA) વાઇરસ વિદાય લેવાનું નામ નથી લેતો. હવે જ્યારે આપણે કોરોનાની સાથે રહેવાની ટેવ પાડવાની છે, ત્યારે આપણે એલોપેથી પર નિર્ભર ન રહેતાં આપણી સદીઓ-પુરાણી આયુર્વેદ ચિકિત્સા-પદ્ધતિ તરફ પાછા ફરવું પડશે. આપણે જાણવું પડશે કે આયુર્વેદની મદદથી કોરોનાનો સામનો કઈ રીતે કરી શકાય છે.

વૈદ્ય મહેન્દ્રસિંહ વનરાજસિંહ સરવૈયા આ માટે કેટલીક TIPS આપે છે. વૈદ્ય સરવૈયા ગુજરાતમાં ભાવનગરના તળાજા તાલુકાના દિહોર ગામમાં એક આયુર્વેદ ચિકિત્સા અધિકારી તરીકે સેવાઓ આપે છે. તેમની વિશેષતા એ છે કે તેમણે કોરોના-વિરોધી યુદ્ધમાં આયુર્વેદથી વિજય મેળવ્યો છે, કેમ કે તેઓ અમદાવાદમાં સમરસ હૉસ્ટેલમાં દાખલ કરાયેલા 213 કોરોના પૉઝિટીવ દર્દીઓને નેગેટીવ કરવામાં સફળ રહ્યા છે.

Read In Hindi : यह ‘चक्रव्यूह’ है CORONA का रामबाण उपचार, जिसे कोई VIRUS नहीं भेद सकता…

વાસ્તવમાં ડૉ. સરવૈયાએ (CORONA)કોરોનાના રામબાણ ઇલાજ માટે એક આયુર્વેદિક ચક્રવ્યૂહનું નિર્માણ કર્યું છે. જો સ્વસ્થ વ્યક્તિ આ ચક્રવ્યૂહને અપનાવી લે તો કોરોના રોગ તેને ભેદી નથી શકતો, અને કોરોના-સંક્રમિત વ્યક્તિ આ ચક્રવ્યૂહના દાયરામાં આવી જાય તો (CORONA)કોરોના પોતે જ આ ચક્રવ્યૂહમાં જ મૃત્યુ પામે છે.

કોરોનાથી મૃત્યુનું કારણ ન્યૂમોનિયા તાવ

વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયા કોરોનાથી પરિચિત થઈ ગયા છે. તેમનું કહેવું છે કે, કોવિડ 19 (COVID 19) મહામારી (Pandemic) બાદ વર્તમાન સમાજને ત્રણ ભાગમાં વિભાજિત કરી શકાય છે. 1. જેમને કોરોના નથી થયો, 2, જેઓ શંકાસ્પદ છે, અને 3. જેઓ કોરોના પોઝિટીવ છે. તેમણે અત્રે કેટલીક ટિપ્સ આપી છે, જે ત્રણે પ્રકારના લોકો માટે ઉપયોગી છે.

વૈદ્ય સરવૈયા જણાવે છે કે, કોરોનાથી મૃત્યુનું કારણ ન્યૂમોનિયા તાવ છે. ફેફસાંમાં કફ જામી જાય છે. કોરોના-સંક્રમિત વાતાવરણમાં આપણને સૌને ખાંસીની બાબતમાં સૌથી વધારે સાવચેત રહેવાનું છે. શરીરમાં કફ ન થાય એ બાબતનું સૌથી વધારે ધ્યાન રાખવાનું હોય છે. ડૉ. સરવૈયાએ બચાવ માટે લેવાનાં ત્રણ પગલાં દર્શાવ્યાં છે. તેઓ કહે છે કે, આપણે વાયુ (હવા), જળ (પાણી) અને આહાર (ભોજન)ની બાબતમાં ધ્યાન આપવું પડશે.

પ્રાણાયામ, નાસ અને ધૂપબત્તીનો ચક્રવ્યૂહ

CORONA પ્રાણાયામ

સૌપ્રથમ વાત કરીએ હવા એટલે કે વાયુની. દરેક વ્યક્તિએ ત્રણ-ચાર મહિના સુધી ભૂલ્યા વિના દરરોજ સવારે ઊઠીને તથા સવાર-સાંજ એક એક કલાક પ્રાણાયામ કરવો જોઈએ. ખાસ કરીને અનુલોમ-વિલોમ કરવો જોઈએ. આ એક ઊંડા શ્વાસનો યોગ છે. નાકની એક બાજુએ ઊંડો શ્વાસ લેવાનો (એ સમયે બાજુના ભાગને બંધ રાખવાનો) અને બીજી બાજુએથી શ્વાસ છોડવાનો. આ પ્રૅક્ટિસ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

વાયુ અંતર્ગત જ બીજો મુદ્દો છે નાસ લેવાનો. ગરમ પાણીમં અજવાઇન – આદુનો પાવડર નાખવો. પછી 10-15 મિનિટ સુધી તેની વરાળને નાકમાં ખેંચવી. સારી રીતે નાસ લેવાય તે માટે કોઈ ટુવાલ કે મોટા દુપટ્ટાથી માથું ઢાંકી દેવું જોઈએ. દરરોજ સવાર-સાંજ 10-15 મિનિટ આ રીતે નાસ લેવો જોઈએ.

ના. હાલમાં કોઈ બેદરકારી દાખવવી નહીં. બેદરકારી ફરી ક્યારેક કરી લેજો, જીવતા રહો તો! એટલે, જીવવું તો પડશે જ. જો (CORONA)કોરોના આપણી શ્વાસનળીમાં જશે તો આપણને તેને ફેફસાંમાં જતો રોકવો પડશે, પરંતુ જો કોરોના પેટમાં ગયો તો વાત પૂરી! તેથી, તેને અટકાવવા માટે નાસ લેતા રહો.

વાયુ અંતર્ગત ત્રીજું મહત્ત્વનું કાર્ય છે ધૂપસળીનું. ઘરમાં ગૂગળ, લીમડો, કપૂર અને દેશી ગાયનું ઘી, જે પણ મળે તે ત્રણેનો ધૂપ સવાર-સાંજ કરો. (ચરકસંહિતા તાવ-ચિકિત્સા અનુસાર પલંકષાદિ ધૂપનો પણ ઉપયોગ કરી શકાય છે.) આમ, વાયુની વાત પૂરી.

ગરમને ગળે લગાડો, ઠંડાને ઠોકર મારો

હવે વાત કરીએ જળ એટલે કે પાણીની. કેરળ રાજ્યની સફળતાનું રહસ્ય છે ગરમ પાણી. એ લોકોએ કોરોના પોઝિટીવ દર્દીઓને સતત ગરમ પાણી પિવડાવ્યું. આયુર્વેદ ચરકસંહિતામાં વિમાન-સ્થાનના અધ્યાય ત્રણમાં મહામારી (રોગચાળો-Pandemic)ની મુખ્ય ચિકિત્સામાં ગરમ પાણીને જ દર્શાવવામાં આવ્યું છે.

જે લોકોને શરદી-સળેખમ હોય તેમણે 1થી 2 ગ્રામ સૂંઠ-મિશ્રિત 500 મિલીલિટર ગરમ પાણી આખો દિવસ પીવું જોઈએ. તે ઉપરાંત અન્ય લોકોએ પણ ઉનાળાના દિવસોમાં દરરોજ 3-4 વાર સૂંઠ-મિશ્રિત ગરમ પાણી પીવું જોઈએ.

હવે વાત કરીએ આહાર-ભોજન એટલે કે ખાવા-પીવાની. કાચું દૂધ, કોઈ પણ પ્રકારનું દહીં, ઠંડાં પીણાં, મીઠાઈઓ, પાચનમાં કઠિન ગરિષ્ઠ ભોજન, બેકરીની બનેલી વસ્તુઓ, મેદામાંથી બનેલાં સ્વાદિષ્ટ વ્યંજનો… આ બધાંનો સંપૂર્ણ ત્યાગ કરવો પડશે, સંયમ રાખવો પડશે. ઉનાળાની ઋતુ છે, પણ કોરોનાથી બચવું હોય તો સમર-2020માં ફ્રીજના પાણીનો ત્યાગ કરી દો.

જો આપ આ વર્ષે ફ્રીજનું પાણી નહીં પીઓ તો મરી નહીં જાવ, પણ જો (CORONA)કોરોના થઈ જશે તો…? તેથી સાવધાન રહો, સાવચેત રહો. એક વાર કોરોના વિદાય થઈ જાય પછી આપને જે ખાવું હોય તે ખાજો, પરંતુ આ સમયે તો સંયમ, નિયંત્રણ અને નિષેધ જ કોરોનાથી બચાવી શકશે.

ચા પીવી કે નહીં? ન પીવો તો સારું. વિકલ્પ છે હર્બલ ચા. હવે તો બજારમાં પણ સારી હર્બલ ચા મળી રહે છે. જોકે, સરવૈયાજી કહે છે કે સવારે ચાના વિકલ્પ તરીકે નીચેના વિકલ્પને વાપરો.

એક વ્યક્તિ માટે ઉકાળો બનાવવાની રીત

CORONA

એક કપ પાણી, ચાર ચપટી ગિલોય (લીમડાનો ઉત્તમ-અમૃત)નો પાવડર, ચાર ચપટી હળદરનો પાવડર, તુલસીનાં ચાર પાનાં, એક-બે ચપટી સૂંઠ…  આ બધું મેળવીને 25 ટકા પાણી ઓછું થઈ જાય ત્યાં સુધી ઉકાળો. દરરોજ આ ઉકાળો બનાવો અને સવારે ખાલી પેટે પીવો. તે રોગ-પ્રતિકારક શક્તિ (Immunity) વધારવામાં ખૂબ જ મદદરૂપ નીવડશે.

વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા ઉમેરે છે કે, જે લોકોને શરદી-સળેખમ વગેરેની તકલીફ હોય તેમણે મગ. મઠ, સરગવો અને કળથીનો સૂપ પીવો જોઈએ.

દરરોજ સવારે બાળકોએ ગિલોય, યુવાએએ આમળા અને વૃદ્ધો-વડીલોએ રસાયણ ચૂર્ણ (ગિલોય-ગોખરું-આમળાં) લેવાં જોઇએ. જેમને કોઈ લક્ષણ ન હોય એમણે સાંજના સમયે દેશી ગાયનું ઘી, હળદર અને સૂઠને ઇલાયચી સાથે લેવું જોઈએ. અને કોરોનાથી મુક્ત થયા પછી 3 મહિના સુધી આ ઉપાય ઉંમરના આધારે જરૂર કરવો જોઈએ.

નાક છિદ્ર પર રાખો આ વસ્તુઓનો પહેરો

CORONA

આ ઉપરાંત દેશી ગોળ અને આદુની ચટણી બનાવવી જોઈએ. બપોરે તે ખાવી. ચરકસંહિતામાં શરદી, સળેખમ, કફ, શ્વાસની તકલીફ વગેરેના ઇલાજ માટે શોથ-ચિકિત્સા અંતર્ગત તેનો ઉલ્લેખ કરાયો છે. ગોળ અને આદુ.

આ વાઇરસ નાકના માધ્યમથી ફેલાય છે તેથી દિવસમાં બે-ત્રણ વાર ગાયનું ઘી કે એરંડાનું તેલ બે-ત્રણ ટીપાં તેમાં નાખવાં જોઈએ.

સરવૈયાજી જણાવે છે કે, રોગપ્રતિકારક પ્રણાલીને વધારવા માટે ખોરાક-પાણીનું અમૃતીકરણ કરવું જોઈએ. એટલે કે, પાણીને ખાવું અને ખોરાકને પીવો. લાળ સાથે પાણીને મિલાવીને ઘૂંટડે-ઘૂંટડે અમૃતની જેમ પીવું. એક કોળિયાને ઓછામાં ઓછો 32 વાર ચાવવો જોઈએ.

ત્રણ P છે પૅંડેમિક કોરોનાનો કાળ

વૈદ્યરાજનું કહેવું છે કે, આપણા પ્રાણને મજબૂત કરવા અને બચાવવા માટે પ્રાણશક્તિને વધારવા માટે, આપણે ત્રણ પી એટલે કે Pનું ધ્યાન રાખવું જોઈએ.

  1. પ્રાર્થનાઃ દરરોજ સવારે અને સાંજના સમયે સપરિવાર પ્રાર્થના કરવી. “સર્વે જના ભવન્તુ સુખીનાં”
  2. પ્રાણાયામ કરો.
  3. પીવાનું પાણી એટલે કે અમૃત સમાન પાણી પીવો (ઉકાળો પીવો)

ગુજરાતની મુખ્ય પ્રાદેશિક ન્યૂઝ ચેનલ ટીવી-9 ગુજરાતીના પત્રકાર-એન્કર જયેશ પારકર પણ (CORONA)કોરોના સંક્રમણની લપેટમાં આવી ગયા હતા. પારકર આયુર્વેદના આ જ ચક્રવ્યૂહમાં પહોંચી ગયા જ્યાં કોરોનાએ છેલ્લા શ્વાસ લીધા અને પારકર બચી ગયા. કોરોનામુક્ત જયેશ પારકરે એક ઇન્ટર્વ્યૂમાં ખાસ કરીને વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાજી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. પારકર જ નહીં, પરંતુ સેંકડો કોરોના-દર્દીઓ વૈદ્યરાજ સરવૈયાજીનો આભાર માનતાં કહે છે કે, તેમણે અમને બચાવી લીધા.

સરવૈયાએ પોતે ન લીધો સફળતાનો યશ

વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા પોતાની આ સફળતા માટે ભગવાન અશ્વિની કુમાર, ધન્વંતરિ ભગવાન, પોતાના ગુરુ, પરિવાર, આયુર્વેદના વૈદ્ય, ગુજરાત સરકારના આયુર્વેદીય દળ અને દર્દી નારાયણના હાર્દિક આશીર્વાદ અને હૃદયપૂર્વકની પ્રાર્થનાઓને પ્રેરકબળ માને છે.

ઉપર જે વાતો લખી છે અને સરવૈયાજીએ જે ટિપ્સ આપી છે તેના પર અમલ કરવો જોઈએ. એક વાત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે, હાલનો સમય ખૂબ જ, ખૂબ જ, ખૂબ જ જોખમી છે. કોરોના-પોઝિટીવ દર્દીઓથી હૉસ્પિટલો ભરાઈ ગયેલી છે. ડૉક્ટર, નર્સ અને પૅરા-મેડિકલ સ્ટાફ પણ ઇલાજ કરતાં-કરતાં બીમાર પડી રહ્યા છે, અને સારવારથી થાકી ગયા છે. ખાનગી હૉસ્પિટલો 8-9 લાખ રૂપિયા લઈ રહી છે.

આમ પણ એલોપૅથીમાં કોઈ ઇલાજ તો છે જ નહીં, તેમાં માત્ર પ્રયોગો જ કરાય છે. જેની વધારેમાં વધારે રોગ-પ્રતિકારક શક્તિ હોય તે લડાઈમાં જીતી જાય છે. તો, ભલે તમે કંટાળી ગયા હો, કે આ પસંદ ન હોય, સારું ન લાગતું હોય પરંતુ તેમ છતાં તમારે અહીં જે લખ્યું છે તે જ કરવું પડશે, કરવું જ પડશે. તેનું માત્ર એક જ કારણ છે કે, જાન હૈ તો જહાન હૈ. પાણી પહેલાં પાળ બાંધવી. બીમાર પડવાનું જ નથી.

કરશો બેદરકારી, તો નોંતરશો બીમારી

કોરોના વાઇરસને શરીરમાં પ્રવેશ જ નથી કરવા દેવાનો. સંકલ્પ કરવાનો છે અને સંયમથી તે સંકલ્પનું પાલન કરવાનું છે. ધોમધખતો તાપ છે અને આપણે આપણાં શરીરોને ઠંડા પાણી, ઠંડાં પીણાં, આઇસ્ક્રીમ, બરફના ગોળાના ઉપયોગની કુટેવોથી બરબાદ કરી દીધાં છે. તેથી આ શરીર જલદી માની જવાનું નથી, પણ આ શરીર જ્યારે કોરોના-સંક્રમણની લપેટમાં આવી જશે ત્યારે બૂમાબૂમ કરી મૂકશે! તેથી સમયસર ચેતી જાવ.

આપણે ભાગ્યશાળી છીએ કે આપણી પાસે આયુર્વેદ છે. આજે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. તેનો ઉપયોગ કરો અને કોરોનાથી બચો તથા આપણા તન-મનને સ્વસ્થ રાખો. જ્યાં જરૂર જણાય ત્યાં આપણી નજીકના આયુર્વેદ વિશેષજ્ઞ વૈદ્યરાજોનાં સલાહ-સૂચન લો.

આપ આ સંદર્ભે વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા (તળાજા, ભાવનગર)નો 9824871648 નંબર ઉપર સંપર્ક કરી શકો છો, પરંતુ રાત્રે 8થી 8.30 દરમિયાન જ સંપર્ક કરશો.

Read In Hindi : यह ‘चक्रव्यूह’ है CORONA का रामबाण उपचार, जिसे कोई VIRUS नहीं भेद सकता…